<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

આજથી રાજ્‍યભરમાં કાળા કાચ,નંબર પ્‍લેટ વગરનાવાહનો સામે કાર્યવાહી

ટ્રાફિક મહા નિરિક્ષકનો રાજ્‍યમાં ઝુંબેશ શરૂ કરવા પત્ર કાળા કાચ, HSRP નંબર પ્‍લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરવા ૧૫ દિવસની પોલીસ ડ્રાઈવ રાજ્‍યમાં આજથી ટ્રાફિક નિયમ તોડતા વાહન ચાલકોને પકડવાની કવાયત

અમદાવાદ,તા.૩: સ્‍ટેટ ટ્રાફિક બ્રાન્‍ચના મહા નિરીક્ષકે રાજ્‍યના તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્‍લાના એસપીઓને પત્ર લખી આજથી ૧૫ દિવસ સુધી કાળા કાચ લગાવેલા અને નંબર પ્‍લેટ વગરના વાહન ચાલકો વિરૂદ્ધ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી કાર્યવાહી કરવા જાણ કરી છે. સ્‍ટેટ ટ્રાફિક બ્રાન્‍ચના ડ્રાઈવના આયોજનને પગલે રાજ્‍યમાં ઠેર ઠેર ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકને પકડવાની કાર્યવાહી બુધવારથી પોલીસ દ્વારા શરૂ થઈ જશે. સ્‍ટેટ ટ્રાફિક બ્રાન્‍ચે પત્રમાં નોંધ લીધી છે કે, આરટીઓ દ્વારા માન્‍ય કાળા ગ્‍લાસ કરતા પણ નિયમો અવગણીને અનેક વાહચાલકો વધુ પડતાં બ્‍લેક ગ્‍લાસવાળી કાર લઈને ફરી રહ્યા છે. આ ઉપરાંત આરટીઓ માન્‍ય HSRP નંબર પ્‍લેટની જગ્‍યાએ ઘણા વાહનચાલકો સાદી નંબર પ્‍લેટ અથવા તો નંબર પ્‍લેટ કાળી નાંખી તેઓના વાહનનો ઉપયોગ કરે છે. આવા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી એમવી એક્‍ટની જોગવાઈ મુજબ કાનૂની પગલાં લેવાના રહેશે. આ કામગીરીનો રોજે રોજના રિપોર્ટ સ્‍ટેટ ટ્રાફિક બ્રાંચનેપત્રક ભરીને મોકલવાનો રહેશે. આમ રાજ્‍યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ તોડતા વાહનચાલકો સામે કડકાઈ દાખવાશે. નંબર પ્‍લેટ સાથે ચેડાં કરનાર, નંબર પ્‍લેટ વગર વાહન ચલાવનાર અને સાદી નંબર પ્‍લેટ લાગવી ફરતા વાહન ચાલકોસામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે.(૪૦.૮)

(3:40 PM IST)