<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

મહેસાણાના કડીથી છત્રાલ રોડ પર ટ્રેકટરમાં ભરેલી પાઇપો કારમાં ઘૂસી જતા એકનું મોત

કારની વિન્ડ શિલ્ડ માંથી કાચ તોડી કાર ચાલક સુધી પાઇપો પહોંચી ;ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો

મહેસાણા : ટ્રેકટરમાં ભરેલી પાઇપો કારમાં ઘૂસી જતા એકનું મોત થયુ છે. મહેસાણાના કડીથી છત્રાલ રોડ પર આ ઘટના બની છે. છત્રાલથી કાર ચાલક કડી તરફ આવતો હતો.અણખોલ ગામ નજીક ટ્રેક્ટર પાઇપો ભરી વળતું હતું. ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ભરેલ પાઇપો પાછળ કાર ઘૂસી હતી . કારની વિન્ડ શિલ્ડ માંથી કાચ તોડી કાર ચાલક સુધી પાઇપો પહોંચી હતી . પાઇપો વાગવાથી કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયુ છે , ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો . ટ્રેક્ટરની ટ્રોલી માં ભરેલ પાઇપો ટ્રોલીની બહાર સુધી હતી. RTO ના નિયમો નેવે મૂકતા ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી કાર ચાલકનું મોત થયાની શંકા છે 

(1:31 PM IST)