હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 3rd September 2025
સોમવારથી ૩ દિવસ વિધાનસભા સત્ર
પ્રથમ દિવસે સ્વ.વિજયભાઇ રૂપાણી સહિતના દિવંગત સભ્યોને શ્રધ્ધાંજલીઃ વિવિધ વિધેયકો મૂકાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૩: વિધાનસભાનું ચોમાસુસત્ર આગામી તા.૮/૯/૧૦ના રોજ ત્રણ દિવસ માટે મળી રહયું છે. જેમાં તા.૮ મીના રોજ પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો ગૃહની કામગીરીમાં હાથ ધરવામાં આવશે.
આ શોકદર્શક ઉલ્લેખોમાં માજી મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણી, રણછોડભાઇ મેર (ધંધુકા), હેમાબેન આર્ચાય (જુનાગઢ), ઇશ્વરસિંહ ચાવડા (માણસા)ને શ્રધ્ધાજલી આપવામાં આવશે. ત્યારબાદ બે મિનિટ મોૈન પાળવામાં આવશે.
ત્યારબાદ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. તા.૯ અને ૧૦ ના રોજ પણ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. હવે પછી ફેબ્રુઆરી-૨૬માં વિધિવત બજેટ સત્ર મળશે જે ૩૧ માર્ચ સુધી ચાલશે.(૨.૧૯)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
