News of Wednesday, 3rd September 2025
અંધેરી મુંબઈમા ગુજરાતના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી પરિવાર-શ્રી મોગરેશ્વર સાર્વજનિક ગણપતિ મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી-ભાવનગર લોકસભાના સાંસદ નિમુબેન બાંભણીયા પરિવાર સાથે ઉપસ્થિત : ગણપતિજીના આશીર્વાદ લીધા
અંધેરીના ધારાસભ્ય મુરજીભાઈ પટેલ અને ભાવનગર જીલ્લા ભા.જ. પ. પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોળી સેના - ગુજરાતના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી ઉપસ્થિત

રાજકોટ તા.૩ : અંધેરી મુંબઈ ખાતે પરસોત્તમભાઈ સોલંકી (રાજ્ય મંત્રી)અને હિરાભાઈ સોલંકી (ધારાસભ્ય - રાજુલા) પરિવાર તેમજ શ્રી મોગરેશ્વર સાર્વજનિક ગણપતિ મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી (ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, ભારત સરકાર) તેમજ ભાવનગર લોકસભાના સાંસદ નિમુબેન બાંભણીયા* પરિવાર સાથે ઉપસ્થિત રહી ગણપતિજી ના આશીર્વાદ મેળવેલ.
આ સમયે પરસોત્તમભાઈ સોલંકી (રાજ્ય મંત્રી)અને હિરાભાઈ સોલંકી (ધારાસભ્ય - રાજુલા) દ્વારા બહેન નિમુબેન નું સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ. આ સમયે અંધેરીના ધારાસભ્ય મુરજી ભાઈ પટેલ અને ભાવનગર જીલ્લા ભા.જ. પ. પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોળી સેના - ગુજરાતના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
