<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

બંગાળની ખાડીની સિસ્‍ટમ્‍સની અસરથી ગુજરાતમાં વરસાદના સારા રાઉન્‍ડની શક્‍યતા

સૌરાષ્‍ટ્ર-કચ્છ-ગુજરાતના એકલદોકલ વિસ્‍તારમાં ૮ ઈંચથી વધુ વરસી જાય તો સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૪૦ થી ૬૦ ટકા વિસ્‍તારમાં ૩૫ થી ૭૫ મીમી, ૩૦ ટકામાં ૭૫ થી ૧૫૦ મીમી, ૩૦ ટકામાં ૩૫ મીમી થી ઓછો વરસાદ પડશેઃ અશોકભાઈ પટેલની ૯ સપ્‍ટેમ્‍બર સુધીની આગાહી :ગુજરાત રીજનમાં ૪૦ થી ૬૦ ટકા વિસ્‍તારમાં ૫૦ થી ૧૦૦ મીમી, ૩૦ ટકામાં ૧૦૦ થી ૨૦૦ મીમી, ૩૦ ટકામાં ૫૦મીમીથી ઓછો વરસાદ પડશે

 

રાજકોટઃ બંગાળની ખાડીની સિસ્‍ટમ્‍સની અસરથી ગુજરાતમાં વરસાદના સારા રાઉડની શક્‍યતા હોવાનું વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓ જણાવે છે કે Low Pressure Area (LPA) એક well-marked low-pressure area Northwest Bay of Bengal (NW BoB) પર સ્‍થિત છે.

તેની સાથે જોડાયેલ યુએસી (UAC) 7.6 km amsl સુધી વિસ્‍તરે છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ પヘમિ તરફ ઢળે છે.

શક્‍ય ગતિઃ આવતા ૨૪ કલાક દરમ્‍યાન ઓડીસ્‍સા ઉપરથી પヘમિ-ઉત્તર પヘમિ તરફ઼ મોન્‍સુન ટ્રફ પસાર થાય છે.

શ્રીનગર, જયપુર, ગુના, જબલપુર, પેન્‍દ્રારોડ, જરસુગુડાત્‍થી વેલમાર્ક લો પ્રેસર સુધી યુએસી (South Haryana & Neighborhood)

દક્ષિણ હરિયાણા અને આસપાસના વિસ્‍તારોમાં યુએસી યથાવત છે. તે ૩.૧km amsl સુધી વિસ્‍તરે છે. Trough (Mid-tropospheric Levels)

એક trough Lat. ૩૬N / Long. ૭૧E થી South Haryana સુધી ફેલાય છે. તે ૩.૧ km થી ૫.૮ km amsl વચ્‍ચે હાજર છે. Western Disturbance (WD) એક trough રૂપે upper tropospheric levels માં હાજર છે. તેનું axis અંદાજે Long. 72E, Lat. 28ઓફ થી ઉત્તર તરફ છે. ઊંચાઈઃ ૭.૬ km amsl.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ તા.૪ થી ૯ સપ્‍ટેમ્‍બર સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે ગુજરાત રિજિયનમાં ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્‍તાર માં અમુક દિવસો

કેટલીક દિવસોમાં હળવો /માધ્‍યમ વરસાદ ઠીક ઠીક વ્‍યાપક (૫૧-૭૫%) વરસાદની શક્‍યતા છે.

૪૦ થી ૬૦ ટકા વિસ્‍તારમાં ૫૦ થી ૧૦૦ મીમી, ૩૦ ટકા વિસ્‍તારમાં ૧૦૦ થી ૨૦૦ મીમી, ૩૦ ટકા વિસ્‍તારમાં ૫૦મીમીથી ઓછો રહી શકે. એકલ દોકલ લોકેશનમાં કુલ વરસાદ ૨૦૦મીમી થી વધુ વરસાદ પડશે.

જ્‍યારે સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્‍તાર માં અમુક દિવસે તેમજ કેટલાક દિવસોમાં હળવો /મધ્‍યમ વરસાદ છુટા છવાયા થી ઠીક ઠીક વ્‍યાપક (૨૬%- ૭૫%) વરસાદ ની શક્‍યતા. ૪૦ થી ૬૦ ટકા વિસ્‍તારમાં ૬૫ થી ૭૫ મીમી, ૩૦ ટકા વિસ્‍તારમાં ૭૫ થી ૧૫૦ મીમી, ૩૦ ટકા વિસ્‍તારોમાં ૩૫મીમી થી ઓછો, એકલ દોકલ લોકેશનમાં કુલ વરસાદ ૨૦૦ મીમીથી વધુ પડી શકે છે.(૪૦.૩૦)

(3:07 PM IST)