News of Wednesday, 3rd September 2025
ગાંધીનગરમાં આજે ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક : નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 15 દિવસ માટે સેવા પખવાડાની ઉજવણી કરાશે
પ્રત્યેક જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાશે : રન ફોર ડેવલપમેન્ટ હેઠળ મોદી યુવા મેરેથોન યોજાશે. આ મેરેથોન દેશમાં 75 સ્થળે અને રાજ્યમાં 10 સ્થળે 21 સપ્ટેમ્બરના યોજાશે

ગાંધીનગર તા.૩
ગાંધીનગરમાં આજે ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાશે સપ્ટેમ્બર માસમાં કરવાના કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ છે. તારીખ 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસની ઉજવણી કરાશે. કોલેજીયનને સ્વામી વિવેકાનંદ અંગે વ્યાખ્યાનોનું આયોજન કરાશે. PM મોદીના જન્મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં આજે ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં સપ્ટેમ્બર માસમાં કરવાના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ, તારીખ 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે. કોલેજના યુવાનોને સ્વામી વિવેકાનંદ અંગે વ્યાખ્યાનોનું આયોજન કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. જેમાં છેવાડાના લોકો સુધી લાભ પહોચાડવા તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કાર્યક્રમો યોજાશે.
15 દિવસ માટે સેવા પખવાડાની ઉજવણી કરવામાં આવશે. તારીખ17 સપ્ટેમ્બરના રોજ પ્રત્યેક જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાશે. વિધાનસભા સ્તરે દરેક વિધાનસભામાંથી 1000 એકતળાઓનું રજિસ્ટ્રેશન કરી રક્ત એકત્રિત કરાશે. રન ફોર ડેવલપમેન્ટ હેઠળ મોદી યુવા મેરેથોન યોજાશે. આ મેરેથોન દેશમાં 75 સ્થળે અને રાજ્યમાં 10 સ્થળે 21 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
