તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનો વિરામ જોવા મળ્યા બાદ હવે ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થશે : હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી : કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે એલર્ટ જાહેર
આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું : દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી લોકોને સતર્ક રહેવા અપીલ

અમદાવાદ તા.૩
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનો વિરામ જોવા મળ્યો હતો. પરંતુ હવે ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થવાની છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. વિભાગે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ વિસ્તારોમાં મેઘરાજા પૂરેપૂરા ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત થઈ છે.
આવતીકાલે ખાસ કરીને નર્મદા અને તાપી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આથી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને તંત્રને ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ સમગ્ર ગુજરાત રિજનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર રિજનમાં ઓરેન્જ એલર્ટ લાગુ રહેશે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યમાં ઠંડર સ્ટોર્મની ચેતવણી આપી છે. મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. વીજળી પડવાની અને પવનની ગતિ વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. વિભાગે અનુમાન કર્યું છે કે અહીં પહેલા બે દિવસ મધ્યમ વરસાદ પડશે, ત્યારબાદ આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. આથી નાગરિકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
