News of Wednesday, 3rd September 2025
ગોંડલ તાલુકાના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવાના આદેશ બાદ તેમના સમર્થનના લાગ્યા પોસ્ટર, હવે ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનના ફૂકાયા સૂર: 37 વર્ષ જુના કેસમાં સજા માફી રદ કરી અન્યાય કરવો યોગ્ય નથીના સૂર
પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં 18 વર્ષ સજા ભોગવ્યા બાદ ફરી રદ કરવામાં આવતા સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થઇ ગયું

રાજકોટ તા.૩ : પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા થઈ છે. સુપ્રીમ કોર્ટમાંથી તેમને કોઈ રાહત મળી નથી. અનિરુદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. એક મહિનામાં સરેન્ડર કરવા HCએ આદેશ પણ કર્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજા અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ ફરાર છે. અનિરુદ્ધસિંહ જાડેજા હવે જેલમાં જશે. હવે તેમણે સરેન્ડર કરવું જ પડશે. ત્યારે હવે રીબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનના પોસ્ટર લાગતા એક ચર્ચાનો વિષય બની ગયો છે.
રીબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનના પોસ્ટર લાગ્યા
રાજકોટના રીબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનના પોસ્ટર લાગ્યા છે. પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં 18 વર્ષ સજા ભોગવ્યા બાદ ફરી રદ કરવામાં આવતા સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થઇ ગયું છે. 37 વર્ષ જુના કેસમાં સજા માફી રદ કરી અન્યાય કરવો યોગ્ય નથીના સૂર ઉઢ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવ્યા છે. રીબડા અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થન શુક્રવારે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. 5 સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજના લોકોને રીબડા આવવા આહ્વાન કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
તારીખ 15 ઓગસ્ટ 1988ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવાના ગુનામાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. આ સજા માફીને રદ કરવા માટે હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી છે. જોકે સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. એટલે હવે અનિરૂદ્ધ સિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે અને જેલમાં રહેવું પડશે.
ગોંડલના રાજકારણમાં વિવાદનો કેવો છે ઇતિહાસ..?
ગોંડલના રાજકીય ઇતિહાસની વાત કરવી હોય તો એમાં સૌથી પહેલું નામ આવે મહિપતસિંહ ભાવુભા જાડેજાનું. ગીરાસદારો ચળવળ, સરકારી ચોપડે બહારવટુથી લઈ છેક ધારાસભ્યપદે પહોંચવાની તેમની રોમાંચક ગાથા છે. 1980માં રાજકીય ક્ષેત્રે મહિપતસિંહ એક ડગલું વધુ આગળ વધવાનો નિર્ણય કર્યો અને 1980માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા અને ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. તેઓ 1975થી 1980 અને 1985માં બીજી ટર્મથી ચૂંટાયા હતા. જેથી મહિપતસિંહ માટે પોપટભાઈ સોરઠિયા કાંટારૂપ હતા અને તેમને હટાવી દેવા માટે મહિપતસિંહના 22 વર્ષના દીકરા અનિરુદ્ધસિંહે 15મી ઓગસ્ટ, 1988ની સવારે ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન ગોળી મારી હત્યા કરી દીધી. આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.બાદમાં તેઓ જે તે રીતે જેલની બહાર આવ્યાં...અને વઘુ એક કાંડમાં સંડોવણી સામે આવી..
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
