<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

અમદાવાદની બહુચર્ચિત ખ્યાતીકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની જામીન અરજી હાઇકોર્ટે નામંજૂર કરી

આરોપી કાર્તિક પટેલના વકીલે દલીલ કરતા કહ્યું કે કાર્તિક પટેલનો ખ્યાતિ હોસ્પિટલમાં 51% જેટલો ભાગ છે.સંજય પટોલિયાનો 37% જેટલો ભાગ છે.જેને હાઇકોર્ટે જામીન આપ્યા છે, તેથી કાર્તિક પટેલને પેરીટીનો લાભ મળવો જોઈએ

અમદાવાદની બહુચર્ચિત લોકોના હૃદય ચીરતી ખ્યાતિકાંડને લઇ ગુજરાત હાઇકોર્ટમાં આજ રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં મુખ્ય આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપી કાર્તિક પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. 

 

મળતી માહિતી મુજબ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટમાં  ખ્યાતિકાંડ મામલે મુખ્ય આરોપીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. 

 

આરોપી કાર્તિક પટેલના વકીલની દલીલ કરતા કહ્યું હતું કે, કાર્તિક પટેલનો ખ્યાતિ હોસ્પિટલમાં 51% જેટલો ભાગ છે.સંજય પટોલિયાનો 37% જેટલો ભાગ છે.જેને હાઇકોર્ટે  જામીન આપ્યા છે, તેથી કાર્તિક પટેલને પેરીટીનો લાભ મળવો જોઈએ. હોસ્પિટલની 91% નહીં  પણ  20% આવક PMJAY યોજનાથી આવતી હતી.

 

અરજદાર મુખ્ય આરોપી છે ,સર્જરી કરનાર ડોકટરને પણ જામીન મળ્યા નથી હોસ્પિટલમાં પેશન્ટ વધતા ડોકટરોને લાભ થતો નથી, કારણ કે તેમનો પગાર ફિક્સ હોય છે.હોસ્પિટલની આવક વધે છે. દર્દીઓને જરૂરી ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હતી. આરોપી ડોકટરો ને પેશન્ટ લાવવાનો દબાણ કરતો હતો. ચિરાગ રાજપૂત સાક્ષી તરીકે જણાવે છે કે કાર્તિક પટેલ  વધુ પેશન્ટ લાવવા દબાણ કરતો હતો

 

(7:16 PM IST)