News of Wednesday, 3rd September 2025
બોગસ ફાયર NOC મામલે ફાયરકર્મી સસ્પેન્ડ કરાતા ખળભળાટ
વડોદરા કોર્પોરેશને કોઇ જ તપાસ કરી નથીઃપેરેડાઇઝ સિનેમા માટે બોગસ ફાયર NOCમાં ફાયર કર્મી રાજીવ ગોહિલે સહી કરી હતી

વડોદરા,તા.૩
પોરબંદરમાં બોગસ ફાયર NOC મામલે ફાયરકર્મી સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે. બોગસ એનઓસી મુદ્દે ફાયર બ્રિગેડના કર્મચારી રાજીવ ગોહિલને સસ્પેન્ડ કરવાનો મ્યુનિ.કમિશનરે આદેશ કર્યો છે
મળતી માહિતી મુજબ પેરેડાઇઝ સિનેમા કેસમાં મનપા કમિશનરે ફાયર બ્રિગેડના કર્મચારી સામે આ કાર્યવાહી કરી છે. પેરેડાઇઝ સિનેમા માટે બોગસ ફાયર NOCમાં ફાયર કર્મી રાજીવ ગોહિલે સહી કરી હતી અને ત્યારબાદ ખોટા દસ્તાવેજોના આધારે BU સર્ટિફિકેટ અપાયું હતું
બોગસ NOC કૌભાંડમાં ખોટા દસ્તાવેજો રજૂ કરતા પેરેડાઇઝ સિનેમાનું BU રદ કરાયું હતું પણ પેરેડાઇઝ સિનેમા નું ફાયર NOC નું ભોપાળુ બહાર આવતા તા.૨૫/૮/૨૦૨૫ના રોજ મનપા કમિશનરે BU રદ કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે અગાઉ વડોદરામાં પણ આ જ પ્રકારે ૨ બિલ્ડીંગમાં બોગસ એનઓસી વાયરલ થઇ હતી અને તે મામલે પોલીસમાં ફરિયાદ પણ થયેલી છે. જો કે વડોદરા મહાનગરપાલિકાએ બોગસ એનઓસી મામલે કોઇ જ પ્રકારની કડક કાર્યવાહી કરી નથી જ્યારે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે આ મામલે તપાસ કરીને જવાબદાર ફાયર કર્મીને સસ્પેન્ડ કરી નાખ્યો છે. વડોદરા કોર્પોરેશન ફાયર એનઓસીમાં ચાલતા ભોપાળા અંગે ઉંડી તપાસ કરે તો મોટુ કૌંભાડ બહાર આવી શકે છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
