<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

નિકોલો ગામના કેળાના વેપારીને ચેક રિટર્ન કેસમાં નીચલી કોર્ટે બે કેસમાં સજા ફટકારી

બને કેસની સજા એપેલેન્ટ કોર્ટ કાયમ રાખતા વેપારીને જેલ ભેગો કરવાનો હુકમ

 

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નિકોલી  ગામના ખેડૂતોને તેના કેળાના પાકના રૂપિયાના બદલામાં આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે ચેક આપનાર વેપારીને નામદાર નીચલી કોર્ટે એક વર્ષની સજા ફટકારેલ હતી જેમાં એપેલન્ટ કોર્ટમાં અપીલ ચાલી જતા તે અપીલ નામંજૂર કરતા વેપારીને જેલ ભેગો કરવાની સજા ફટકારી છે.
    પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી દિનેશ પટેલના બાપદાદાની જમીનમાં કેળનું વાવેતર કરેલ છે. જેથી તૈયાર થયેલ કેળાનો માલ આ ખેડૂતે મારૂતિ નંદન ફ્રેશ ફુટ સપ્લાયર્સના નામે કામ કરતા નિકોલીના યોગેશ વસાવાને  આપતા હતા. જે એજન્સી કેળનો પાક જુન-2019 થી જુન-2020  સુધીમાં આપેલો હોઈ કેળાના પાકની રકમની માંગણી ખેડૂતે વારંવાર કરતા એજન્સી પાસે 1,63,250  રૂપિયા લેવાના નીકળતા હોય ખેડૂતને બે ચેકો આપેલા. જે બેંકમાં નાખવામાં આવતા ખાતામાં પુરતુ ભંડોળના હોવાના કારણસર 'પરત ફરેલો અને જેથી ફરીયાદી ખેડૂતે  પોતાના વકીલ મારફતે નોટીસ આપી.એજન્સી વિરુદ્ધ  વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ હેઠળ ફરીયાદ દાખલ કરતા, ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેશ ચાલી જતા આ ગુનામાં ગુના સબબ દોષિત ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ૨કમ 32,650  પુરા વળતર તરીકે ફરીયાદીને ચૂકવી આપવાનો જે હુકમ કરેલ છે તે કાયમ કરતો હુકમ કરવામાં આવે છે.એવી જ રીતે બીજા ખેડૂત ખુશવર્ધન પણ આ નિકોલીના યોગેશ વસાવા ને કેળા અપાતા હોય તેઓના પણ 2.38 લાખ લેવાના હોય તેમને પણ ચેક અપાયા હતા અને જે બેલેન્સ ના હતા. જેથી બંને ફરિયાદો ને ધ્યાનમાં લઈને નામદાર નીચલી કોર્ટે એક વર્ષની સજા ફટકારેલ હતી જેમાં એપેલન્ટ કોર્ટ માં અપીલ ચાલી જતા તે અપીલ નામંજૂર કરતા વેપારી ને જેલ ભેગો સેસન્સ જજ આર ટી પંચાલ સાહેબે કરેલ છે. વસાવા યોગેશકુમાર શૈલેષભાઈ અત્રેની અદાલતમાં હાજર નથી તથા તેની હાજરી માફી અરજી ના-મંજુર કરવામાં આવેલ છે. આ સંજોગોમાં તાત્કાલીક પકડ વોરંટ કાઢી સજાના અમલ માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવી.

(11:13 PM IST)