<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

રાજપીપળામાં લીમડાચોક બાર યુવક મંડળે મહાભારત ગ્રંથની રચના થીમ સાથે ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી

ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં શ્રીજીનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરી તે પાણીનો છોડ-ઝાડમાં ખાતર-પાણી તરીકે છંટકાવ કરવાના સંકલ્પ સાથે પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં હાલમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. શહેરી વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા અનેકવિધ થીમ સાથે સંદેશાત્મક રૂપે શ્રીજી પંડાલને શણગારી ગણેશ સ્થાપના કરવામાં આવી છે.

    રાજપીપળાના લીમડા ચોક બાર યુવક મંડળ દ્વારા આ વર્ષે મહર્ષિ વેદવ્યાસજી દ્વારા રચિત મહાભારત ગ્રંથની રચના થીમ સાથે ગણેશ પંડાલ સજાવવામાં આવ્યો છે. જેમાં ગણેશજી સમગ્ર કથા કહી રહ્યા છે અને ગ્રંથ સ્વરૂપે વેદવ્યાસજી લખી રહ્યા છે. આ થીમ આધારિત પંડાલ અહીંથી પસાર થતાં નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
     મંડળના આગેવાન વિનોદભાઈ માછીએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. હવા-પાણી-જમીન પ્રદૂષિત થઈ રહ્યા છે. ત્યારે આ તમામ કુદરતી સંશાધનોને બચાવવા માટે નાગરિકો જ સ્વયંભૂ આગળ આવી શકે તેમ છે. જેના નાનકડા પ્રયાસના ભાગરૂપે અમારા મંડળ દ્વારા ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી છે. આપણી ભારતીય સંસ્કૃતિ માટેનો પ્રેરણાદાયી ગ્રંથ મહાભારત છે જેની રચના સમયના પરિદ્રષ્યોને અહીં પ્રસ્તુત કર્યું છે.
  લીમડા ચોક બાર યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા ૧૦ વર્ષથી મંડળ દ્વારા ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી અનોખો સંદેશો લોકોને આપી રહ્યા છે.

(11:14 PM IST)