તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 3rd September 2025
ભરૂચમાં કોંગ્રેસની 'જન અધિકાર અભિયાન' અંતર્ગત મહત્વની બેઠક : ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં સ્થાનિક ચૂંટણી માટે રણનીતિ.ઘડાઈ
બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે 'જન અધિકાર અભિયાન' અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજી. અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બેઠકની અધ્યક્ષતા કરી હતી .
બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સંગઠનને સક્રિય કરવાનો છે.
બેઠકમાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે,આ અભિયાન આવનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ માટે પણ પાર્ટીને મજબૂત બનાવશે. કાર્યકર્તાઓને મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારની નિષ્ફળતા જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
બેઠકના અંતે કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને કોંગ્રેસની નીતિઓ લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો.આ અભિયાન દ્વારા પાર્ટી આગામી ચૂંટણીઓમાં સફળતા મેળવવાની આશા રાખે છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
