તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ :છેલ્લા ત્રણ દિવસમાં 15 લાખ ભક્તોએ કર્યા માં અંબાના દર્શન
ભાદરવી પૂનમે અંબાજી મંદિર બપોરના 12:30 કલાકે બંધ થઈ જશે. બપોરના 12:30 કલાક પછી મંદિરના શિખરે ધજા પણ નહીં ચડાવી શકાય

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે. ત્રણ દિવસમાં 15 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે. અંબાજી તરફ પગપાળા શ્રદ્ધાળુંઓનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની માનવ સાંકળ જોવા મળી. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. પાલનપુરથી અંબાજીના માર્ગો બોલ માડી અંબે જય-જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
આ વખતે ભાદરવી પૂનમે ગ્રહણ હોવાથી મંદિર પૂનમના દિવસે વહેલા બંધ થશે. ભાદરવી પૂનમે અંબાજી મંદિર બપોરના 12:30 કલાકે બંધ થઈ જશે. બપોરના 12:30 કલાક પછી મંદિરના શિખરે ધજા પણ નહીં ચડાવી શકાય. ગ્રહણ લાગતા પહેલા ભક્તો માં અંબાના દર્શન કરી શકશે. અંબાજીના બજારોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુ લાંબી ધજાઓ તથા માતાજીના રથ લઇ અંબાજી પહોંચી રહ્યા છે.
મેળાના 3 દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ત્રણ દિવસમાં 1100 ધજાઓ ચઢાવવામાં આવી છે. જ્યારે અંબાજી મંદિરના વિવિધ પ્રસાદ કેન્દ્ર ઉપર થી 11 લાખ જેટલા મોહનથાળના પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. જ્યારે અંબાજી મંદિર ટ્રસ્ટને વિવિધ કાઉન્ટર ઉપરથી 1 કરોડ જેટલી મતદાર રકમની આવક થવા પામેલ છે. અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાર ભોજનાલય ઉપરથી નિશુલ્ક ભોજનનો લાભ લઇ રહ્યા છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
