<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ગુજરાતમાં આ વર્ષે ૧૦.૩પ કરોડ રોપા વાવેતર લક્ષ્ય : નરહરિ અમીન

બાવળામાં ૭૬માં વન મહોત્‍સવની શાનદાર ઉજવણી

અમદાવાદ પાસેના બાવળા ખાતે રાજયસભાના સભ્‍યશ્રી નરહરિ અમીનની હાજરીમાં વન મહોત્‍સવ ઉજવાયેલ તે પસંદગની તસ્‍વીર.

રાજકોટ, તા. ૪ : ગુજરાત રાજ્‍યના વન મહોત્‍સવ ની ઉજવણી અન્‍વયે અમદાવાદ જિલ્લા કક્ષાના વન મહોત્‍સવ અને વળક્ષારોપણ કાર્યક્રમ શ્રી આત્‍મારામ કેશવલાલ વિધામંદિર, બાવળા ખાતે રાજ્‍ય સભાના સાંસદ શ્રી નરહરિ અમીન તેમજ અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબેન વાઘેલા, ધારાસભ્‍ય શ્રી કિરીટસિંહ ડાભી તેમજ નાયબ વન સંરક્ષક ડો મીનલ જાનીની ઉપસ્‍થિતિમાં માં યોજવામાં આવ્‍યો.

વડાપ્રધાન શ્રી ના ઁએક પેડ મા કે નામઁ અભિયાનનો પણ આરંભકરાવવામાં આવ્‍યો. આ પ્રસંગે નરહરિ અમીને જણાવ્‍યું હતું કે ૭૬ માં વનમહોત્‍સવનો સરદાર પટેલ જન્‍મભૂમિ ખેડા જિલ્લાના ગળતેશ્વરથી મુખ્‍યમંત્રીશ્રી એ રાજ્‍યવ્‍યાપી પ્રારંભ કરાવ્‍યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શરૂ કરેલ અભિયાન ઁએક પેડ માં કે નામઁ ૨.૦ માં આ વર્ષે રાજ્‍યમાં ૧૦.૩૫ કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય છે. અગાઉના વર્ષમાં ૧૭.૫૦ કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું હતું.

એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી રાજ્‍યમાં ૨૦૭ વન કવચ નિર્માણ, ૮૨ જેટલા નમો વડ વન વગેરેની સફળતાને પરિણામે વન વિસ્‍તાર બહારનું ગ્રીન કવર વધીને ૧૧૪૩ ચોરસ કિલોમીટર થયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અપીલ અન્‍વયે સ્‍વદેશ અપનાવવા હાકલ કરી. આ તહેવારોના દિવસોમાં વધુ ને વધુ સ્‍થાનિક ઉત્‍પાદનો-ગળહઉધોગની સ્‍વદેશી બનાવટોની ખરીદી કરીએ.

 

બાવળા કેળવણી મંડળ સંચાલિત શ્રી આત્‍મારામ કેશવલાલ વિધામંદિરના ૭૨૦૦ વિધાર્થીઓએ ૅએક પેડ માં કે નામૅ એક-એક વળક્ષ વાવવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો. આપણે સૌ સંકલ્‍પ કરીએ કે, વધુને વધુ વળક્ષો વાવીને ગ્‍લોબલ ર્વોમિર્ંગને રોકશું.

દેશભરમાં નલ સે જલ અભિયાન અંતર્ગત ૧૫ કરોડ નલ કનેક્‍શન આપ્‍યા. આ પ્રસંગે ચેરમેન બાંધકામ સમિતિ શ્રી ઈશ્વરભાઈ મકવાણા,બાવળા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી ઘનશ્‍યામભાઈ પટેલ, બાવળા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ, બાવળા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ સોઢા, પ્રિ વાડીભાઇ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ આર સી પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર, સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ બાવળા તાલુકાના રહીશો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:15 PM IST)