<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

પડધરી સહિત રાજયની ૧૦ પેટા તિજોરી કચેરી બંધ કરવાનો નિર્ણયઃ કલેકટરો ઉપર ખાસ મેસેજ

ચલણ-બીલની સંખ્‍યા, સ્‍ટેમ્‍પ વેન્‍ડર, સ્‍ટેમ્‍પનું વેચાણ, પેન્‍શનરની સંખ્‍યા સહિતની બાબતો ધ્‍યાને લેવાઇ

રાજકોટ, તા. ૪: રાજયની પ્રવર્તમાન પેટા તિજોરી કચેરીઓની કામગીરીની સમીક્ષા કરી તદ્દન ઓછું કાર્યભારણ ધરાવતી પેટા તિજોરી કચેરી સ્‍થાનિક પરિબળોને ધ્‍યાને લઇ જરૂર જણાયે બંધ કરવાનો નિર્ણય તિજોરી સુધારણા (Treasury Reforms) હેઠળ લેવામાં આવેલ છે. જે મુજબ કચેરીઓનું કાર્યભારણ અર્થાત ઉપાડ અધિકારીઓની સંખ્‍યા, ચલણ અને બિલની સંખ્‍યા, સ્‍ટેમ્‍પ વેન્‍ડર તેમજ સ્‍ટેમ્‍પનું વેચાણ, પેન્‍શનરની સંખ્‍યા અને નજીકની પેટા તિજોરી કચેરીનું અંતર વગેરે બાબતો ધ્‍યાનમાં લઈ  દર્શાવેલ ૧૦ પેટા તિજોરી કચેરીઓ ઠરાવની તારીખથી પંદર કામકાજના દિવસો ગણી કચેરી સમય બાદથી તાત્‍કાલિક અસરથી બંધ કરવા સ્‍પે. ઠરાવ બહાર પડાયો છે.

બંધ કરાવેલ કચેરીઓમાં (૧) મેઘરજ (જિ.અરવલ્લી), (૨) વાંકાનેર (જિ. મોરબી), (૩) લખતર (જિ. સુરેન્‍દ્રનગર), (૪) શિહોર (જિ. ભાવનગર), (૫) પડધરી (જિ. રાજકોટ), (૬) કરજણ  (જિ. વડોદયમ), (૭) મેંદરડા (જિ. જુનાગઢ), (૮) વંથલી (જિ. જુનાગઢ), (૯) કડાણા (જિ. મહીસાગર), (૧૦) બોરસદ (જિ. આણંદ) નો સમાવેશ થાય છે.ઉપરોકત પેટા તિજોરીઓ બંધ થતાં તેની કામગીરી કઇ તિજોરી કચેરી સંભાળશે તે અંગેની તેમજ આ તિજોરી કચેરીઓના હાલના મહેકમને સમાવવા અંગેની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા માટે નિયામકશ્રી, હિસાબ અને તિજોરી કચેરી, ગાંધીનગરને અધિકળત કરવામાં આવ્‍યાનું ઉમેરાયું છે.(૬.૧પ)

(3:36 PM IST)