<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

અમિતભાઈ ૧૩ અને ૧૪ના ગુજરાત આવી રહ્યાના સમાચારોથી સિનિયર IPS અધિકારીઓમાં આશાનું કિરણ જાગવાનું કારણ આવું છે

૧ ડઝન જેટલા સિનિયર ips કોઇ કામવગર અર્થાત્‌ પોસ્‍ટિંગ વગર બેઠા છે, ગણપતિ વિસર્જન પછીનું આશ્‍વાસન ગાંધીનગરે આપ્‍યું છે, તેમાં ટોચ લેવલના નિર્ણયો કે કે એ ગુજરાત છોડ્‍યા પછી જેમના પર બધું નિર્ભર છે, તેવા કેન્‍દ્રીય મંત્રીનું આગમન મહત્‍વનું માનવામાં આવે છે વિસાવદરના લોકોનો અલગ મિજાજ ગણી ગોપાલ ઇટાલિયાની જીતને હાઈકમાન્‍ડ હળવાશથી એટલે લેતુ નથી તેનું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા જયા જાય છે, ત્‍યાં પાટીદાર યુવાનો સહિત યુવા પેઢી ઉમટી પડે છે રાજકીય રીતે મહત્‍વની ગણાતી ib વડાનું સ્‍થાન સરકારના ખૂબ વિશ્‍વાસુ હાથોમાં સોંપવાનો સમય આવી જવા સાથે કામચલાઉ ભરાયેલ સીઆઇડી વડા, અમદાવાદ રેન્‍જ વિગેરે માટે વિચારવામાં ઢીલ કરવી હવે ભૂલ ગણાય... લાંબા વર્ષોથી જેનું મહેકમ મંજૂર થયેલ છે તેવા ગાંધીનગર, વિગેરેને કમિશ્‍નરેટ, રાજકોટ રેન્‍જ, બોર્ડર રેન્‍જમાં ભાગ પાડી નવી રેન્‍જ વિગેરે પ્રશ્‍ને તાકીદે નિર્ણય થશે કે આ મામલો બાકી રાખી બાકીના સ્‍થાનો ભરાશે? લાખ રૂપિયાનો આ સવાલ ips લેવલે આખા રાજ્‍યમાં હોટ ટોપિક છે...

રાજકોટ તા.  એસપી દરજ્‍જાના ૧૦૫ જેટલા IPS અધિકારીઓની બદલી અંતર્ગત જેમને એસપીમાંથી બઢતી આપી dig બનાવ્‍યા પછી એસપીની.મૂળ જગ્‍યાઓ પર યથાવત રખાયેલ તેવા એક ડઝન જેટલા સિનિયર IPS હાલ પોસ્‍ટિંગ વગર પ્રતીક્ષામાં રાખવામાં આવ્‍યા છે, જેને કારણે કોઈ જાતના કામ વગર બેસી અકળાયેલા અને નિરાશ થયેલ આ અધિકારીઓમાં આશાની એક કિરણ જાગી છે, આ આશા એટલે ગુજરાતના સિનિયર લેવલના કયા અધિકારીને કયા posting આપવું તેનો નિર્ણય કરવાની આખરી સત્તા જેમની પાસે છે તેવા અમિતભાઈ શાહ તારીખ ૧૩ અને ૧૪ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેના સમાચાર જાણી જાગી છે.આ બદલીઓ posting અંગે ગણેશ વિસર્જન સુધી  કંઈ વિચારવાનું નથી તેવા સંકેત આ પહેલા ગાંધીનગર દ્વારા આપી દેવામાં આવેલા છે,  યોગાનુયોગ અમિતભાઈ પણ આ ગાળા પછી જ ગુજરાત આવે છે.                         

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભારતીય જનતાપક્ષે તમામ તાકાત કામે લગાડી દીધાં છતાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયો,  આ પછી ગોપાલ ઇટાલિયા જયા જયા જાય છે તે સ્‍થળે લોકોની  સ્‍વયંભુ ભીડ ઉમટી પડતા દિલ્‍હી દરબાર આ બાબતને હળવાશથી લેવા માંગતું નથી. ગુજરાતની તમામ બાબતો અને તેની રણનીતિ પર ફોક્‍સ થયું છે. સિનિયર IPS posting પણ આનો એક ભાગ ગણવામાં આવી રહ્યાનું જાણકારો માની રહ્યા છે.  અત્રે એ યાદ રહે કે રાજકીય રીતે ખૂબ મહત્‍વની એવી ib વડાની જગ્‍યા ખાલી છે, cid ક્રાઇમ વડાની જગ્‍યા ટેમ્‍પરરી મનોજ અગ્રવાલની માનભેર નિવળતિ સંદર્ભે ભરી છે, જે માટે ૨૦૨૭ની ચૂંટણી ધ્‍યાને રાખી આ સ્‍થાન એ રીતે ભરવાનું છે. રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા અંગે પણ નિર્ણય કરવાનો છે, અમદાવાદ રેન્‍જ વડાનું સ્‍થાન પણ રાજકીય રીતે મહત્‍વનું છે. જેમના નિર્ણય ખૂબ મહત્‍વના રહેતા તેવા કે. કૈલાસનાથન હવે ગુજરાત નથી, ips કોર ગ્રુપ પણ હવે પહેલા જેવું એક્‍ટિવ નથી રાખ્‍યું આવા સંજોગોમાં અમિતભાઈ શાહ ઍક જ નિર્ણય લેવા સક્ષમ હોવાનું ips વર્તુળો માની રહ્યા છે.                         

દરમિયાન ઘણા લાંબા સમયથી ગાંધીનગરને પોલીસ કમિ‘રેટ બનાવવા નક્કી કરેલ છે.તેમનું મહેક્‍મ પણ અધધ સંસ્‍યથી બનાવી અન્‍યત્ર ફાળવેલ છે. તેવા ગાંધીનગર સહિત ભાવનગર, જામનગર સહિત ૮ શહેરમાં કમિશ્‍નરેટ બનાવી posting માટે સતત પ્રેસર કરતા સિનિયર અધિકારીઓને સાચવી લેવા સાથે રાજકોટ રેન્‍જ અને બોર્ડર રેન્‍જ ખૂબ મોટી હોવાથી રાજકોટ રેંજમાંથી મોરબી બોર્ડર રેન્‍જમાં સમાવી, બોર્ડર રેન્‍જમાંથી બનાસકાંઠા, પાટણ અલગ કરવામાં આવે તેવી સંભાવના છે, જો કે રાજ્‍યના સિનિયર IPS આ મામલે કેન્‍દ્ર અલગ અલગ મત વ્‍યકત કરે છે. હવે આ પ્રશ્‍ન પર ફેંસલો ન આવે તો આ મુદ્દો બાકી રાખી કાર્યવાહી થશે કે  આ બહાને બ્રેક તો નહિ લાગે ને? તેવી દહેશત વ્‍યકત થઈ રહી છે.

(3:42 PM IST)