<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ગુજરાત હાઇકોર્ટે સુનાવણી બાદ ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી દીધી

કોર્ટએ સ્પષ્ટ શરત મૂકી છે કે વસાવા નર્મદા નહીં જઈ શકે અને મીડિયાને કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી નહીં શકે.

અમદાવાદ : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે તાલુકા પંચાયતના પ્રમુખને અપ શબ્દો બોલવા માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના ને લઈને ફરિયાદ નોંધાવમાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 

 

જોકે આગામી 8 થી 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ વિધાનસભા સત્ર હોવાથી ચૈતર વસાવા ધારાસભ્ય હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે નર્મદાની કોર્ટમાં ત્રણ દિવસના વચગાળાના જામીન ની માંગ કરી હતી. નર્મદાની કોર્ટે ચૈતર વસાવા ને ત્રણ દિવસના શરતોને આધીન વચગાળાના જામીન આપ્યા હતા. વસાવાએ આ શરતોમાં ફેરફાર કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 

 

હાઇકોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં અરજદાર દ્વારા  જેમાં પોલીસ જાપ્તાનો ખર્ચ પોતે ઉઠાવવાનો આદેશ હતો. આ ઓર્ડરમાં ફેરફાર (મોડીફિકેશન) માટે ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે સુનાવણી બાદ ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે. જોકે કોર્ટએ સ્પષ્ટ શરત મૂકી છે કે વસાવા નર્મદા નહીં જઈ શકે અને મીડિયાને કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી નહીં શકે. સુનવણી દરમિયાન ચૈતર વસાવાના વકીલે દલીલમાં જણાવ્યું કે ત્રણ દિવસના પોલીસ જાપ્તાનો ખર્ચ લગભગ 3 લાખ રૂપિયા થાય છે. વસાવા કોર્ટના આદેશ મુજબ સરેન્ડર કરવા તૈયાર છે.

 

સરકારી વકીલ તરફથી કોર્ટને જણાવાયું કે આરોપી સામે અનેક ગુના નોંધાયેલા છે. પોલીસ કસ્ટડીમાં હોવા છતાં વસાવાએ મીડિયાને સંબોધન કર્યું હતું. સેશન જજ દ્વારા જામીન આપતી વખતે PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલના જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ જાપ્તાનો એક દિવસનો ખર્ચ 45 હજાર અને ત્રણ દિવસનો કુલ ખર્ચ 1.36 લાખ રૂપિયા થતો હતો.

(7:17 PM IST)