News of Thursday, 4th September 2025
શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી ૨૫ વિદ્યાર્થિની એકસાથે બીમાર
ખેડામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી:સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ૩ જેટલી એમ્બ્યુલન્સમાં તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી

ખેડા, તા.૪
ગુજરાતના ખેડામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી ૨૫ વિદ્યાર્થિનીઓ એકસાથે બીમાર પડી હતી. તમામ વિદ્યાર્થિનીઓને એકસાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી સમસ્યા થઈ હતી. ઘટનાની જાણ થતા શાળા દ્વારા તાત્કાલિક વિદ્યાર્થિનીઓને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ખેડામાં માતર રોડ પર વારૃખાસ ખાતે જ્ઞાનશક્તિ સ્કૂલ આવી છે. આ શાળામાં ગુરૃવારે (૪ સપ્ટેમ્બર) ધોરણ ૬માં અભ્યાસ કરતી ૨૫ વિદ્યાર્થિનીઓ એકસાથે બીમારી પડી ગઈ હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને એકસાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી સમસ્યા થવા લાગી હતી.
જોકે, ઘટનાની જાણ થતા શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ૩ જેટલી એમ્બ્યુલન્સમાં તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી.
હાલ, બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તમામના વાલીને માહિતી આપવામાં આવી છે.
જોકે, આ ઘટના કેમ બની અને તમામ વિદ્યાર્થિનીઓ એકસાથે બીમાર કેવી રીતે પડી તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વિદ્યાર્થિનીઓની સારવાર દરમિયાન આ મુદ્દે તપાસ કરવામાં આવશે.
જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઇઝનિંગના કારણે આવી ઘટના બની હોય શકવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
