<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

મોડીરાત્રે 11-30 વાગ્યે વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડાશે

ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના નાગરિકોને નદી કિનારેથી દૂર અને સુરક્ષિત સ્થાનો પર ખસી જવા ખેડા કલેકટરની અપીલ

ખેડાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના વણાકબોરી વિયારમાંથી પાણી છોડવામાં આવશે. પાનમ ડેમ અને કડાણા ડેમ વણાકબોરી વીયરમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. આજે રાત્રે 11:30 કલાકે વણાકબોરી ડેમમાંથી ત્રણ લાખ 50 હજાર ક્યુસેક પાણી મહીસાગર નદી છોડવામાં આવશે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના નાગરિકોને નદી કિનારેથી દૂર અને સુરક્ષિત સ્થાનો પર ખસી જવા ખેડા કલેકટરે  અપીલ કરી છે.

(9:18 PM IST)