<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 4,49,927 ક્યુસેક પાણીની આવક: સપાટી 135.66 મીટરે પહોંચ

15 દરવાજા ખોલીને નદી માં 3,96,521 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે

અમદાવાદ : રાજયમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લામાં મેઘમહેર થઇ રહી છે. ત્યારે  સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવામાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ડેમમાં પાણીની આવક 4,49,927 ક્યુસેક થઈ રહી છે. 15 દરવાજા ખોલીને નદી માં 3,96,521 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે. હાલ નર્મદા ડેમ ની સપાટી 135.66 મીટરે પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવવાથી માત્ર 3 મીટર દૂર રહ્યો છે.

(9:36 PM IST)