<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

મહેસાણાના સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરાના ગ્રામ્યજનો પેપરમિલના કારણે દુર્ગધથી પરેશાન: કલેકટર કચેરીમાં ધરણા

ગ્રામજનોએ કલેક્ટર કચેરી ધરણા કરી વિરોધ વ્યક્ત કર્યો અને અસહ્ય દુર્ગંધથી મુક્તિ અપાવવા ગ્રામજનોએ રજુઆત કરી

મહેસાણાના સામેત્રા ગામે આવેલ ખાનગી મિલના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. મહેસાણાના સામેત્રા ગામ નજીક આવેલી પેપર મીલથી લોકો ત્રસ્ત થયા છે. સામેત્રાની આસપાસના ચારથી પાંચ ગામના ગ્રામજનો ત્રસ્ત થયાની ફરિયાદ ઉઠી છે. પેપર મીલના કારણે દુર્ગંધથી છે ગ્રામજનો હેરાન પરેશાન છે. સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરા(ખારા) અને ખારા ગામના ગ્રામજનો દુર્ગંધથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ગયેલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં ધામાં નાંખ્યા હતા. ગ્રામજનોએ કલેક્ટર કચેરી ધરણા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અને અસહ્ય દુર્ગંધથી મુક્તિ અપાવવા ગ્રામજનોએ રજુઆત કરી હતી.

(9:46 PM IST)