News of Thursday, 4th September 2025
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે શાળાએ પોતાના બચાવના પેતરા શરૂ કર્યાં: વાલીઓને કર્યા મેસેજ
ક્યાં શિક્ષક દ્વારા શું મદદ કરવામાં આવી તેની ટાઇમલાઇન સાથેનો મેસેજ વાલીઓને મોકલાયો

અમદાવાદ: અમદાવાદના ખોખરાની બહુચર્ચિત સેવન્થ ડે શાળાએ પોતાના બચાવના પેતરા શરૂ કર્યાં છે. શાળા નહીં પરંતુ વાલીઓ જ હિન્દુ-મુસ્લિમનો ભેદ કરતા હોવાનો સ્કુલ પ્રશાસને દાવો કર્યો છે. હિન્દુ બહુમતી વિસ્તારમાં અન્ય ધર્મના બાળકોને પ્રવેશ આપતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ક્યાં શિક્ષક દ્વારા શું મદદ કરવામાં આવી તેની ટાઇમલાઇન સાથેનો મેસેજ વાલીઓને મોકલવામાં આવી રહ્યા છે. શાળાના આચાર્ય ડોક્ટર જી ઇમેન્યુઅલ 8.45 વાગે સુધી હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. શાળાના આચાર્ય દ્વારા બ્લડ ડોનેશનમાં પણ મદદ કરી હોવાનો ઉલ્લેખ. વાલીઓના ગ્રુપના શાળાએ પોતાની સ્પષ્ટતાના કર્યા મેસેજ છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
