News of Thursday, 4th September 2025
અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો સપાટો :છેલ્લા એક મહિનામાં 5400 વાહનચાલકના લાયસન્સ રદ કરવા RTOને કર્યો રિપોર્ટ
સ્પીડમાં વાહન ચલાવીને લોકોના જીવને જોખમમાં મુક્તા વાહન ચાલકો પર ટ્રાફિક પોલીસની તવાઈ

અમદાવાદમાં ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલકો ચેતી જજો. જો હવે ટ્રાફિક નિયમનનુ પાલન નહીં કરો તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર વિરુદ્ધ કડક વલણ દાખવ્યું છે. છેલ્લા એક મહિનામાં 5400 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ રજૂ કરીને 3200 વાહન ચાલકના લાયસન્સ રદ કર્યા છે .. સ્પીડમાં વાહન ચલાવીને લોકોના જીવને જોખમમાં મુક્તા વાહન ચાલકો પર ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે. અગાઉ પણ 50 હજાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાનો RTOનો રિપોર્ટ કર્યો હતો.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
