<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

મહિસાગર નદીમાં એકાએક પાણી આવતા લુણાવાડાના તાત્રોલી પુલ પાસેના હાઈડ્રો પ્રોજેક્ટના 5 મજૂરો તણાયા

વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ફાયર વિગ્રેડ ઘટના સ્થળે પહોંચી ગયું : જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા

મહીસાગરના લુણાવાડા તાલુકાના તાત્રોલી પુલ પાસે આવેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં ચાલી રહેલા કામ દરમ્યાન મહીસાગર નદીનું પાણી એકાએક આવી જતા મજૂરો ડૂબ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. મોરબી પુલ દુર્ઘટના વાળા જયસુખ પટેલની ઓરેવા કંપનીનો અહીંયા પ્લાન્ટ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. હાઇડ્રો પ્લાન્ટ પર કામ કરતા મજૂરો પૈકી 5 જેટલા મજૂરો તણાયા હોવાની વાત છે. વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ફાયર વિગ્રેડ ઘટના સ્થળે પહોંચી ગયું છે. જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા

(10:01 PM IST)