તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 4th September 2025
સાબરકાંઠા જિલ્લાના ઘોરવાડા ગામ પાસે આવેલ કોઝવે ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ
હાથમતી અને ઈન્દ્રાસી જળાશયમાંથી છોડાયેલા પાણી કોઝવે પર ફરી વળતાં સ્થિતિ ગંભીર બની

સાબરકાંઠા જિલ્લાના ઘોરવાડા ગામ પાસે આવેલ કોઝવે ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાથમતી અને ઈન્દ્રાસી જળાશયમાંથી છોડાયેલા પાણી કોઝવે પર ફરી વળતાં સ્થિતિ ગંભીર બની છે.ગુહાઈ ડેમના ત્રણ દરવાજા ગત રાત્રે ચાર કલાક માટે ખોલવામાં આવ્યા હતા, જેના કારણે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે 2600 ક્યુસેક પાણી છોડાયું હતું. આ પાણી છોડાતાની સાથે જ હાથમતી નદીમાં ધસમસતા પ્રવાહે પાણી વહેવા લાગ્યું. પરિણામે ઘોરવાડા સહિત આસપાસના અનેક ગામોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. સ્થાનિક પ્રશાસન હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
