<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

જૂનાગઢના માંગરોળ બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું

દરિયાઈ પરિસ્થિતિ અણુકૂળી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ : આગમી દિવસોમાં રાજયમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે . સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા વચ્ચે જૂનાગઢના માંગરોળ બંદર પર ફરીવાર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં આ ચોથી વખત છે કે જ્યારે તંત્રએ 3 નંબરનું સિગ્નલ જાહેર કરેલું છે. દરિયાઈ પરિસ્થિતિ અણુકૂળી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ, જે માછીમારો માછીમારી માટે દરિયામાં ગયા છે, તેમને નજીકના બંદરે પહોંચી જવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. સતત ચોથીવાર સિગ્નલ લાગતા માછીમાર સમાજમાં ચિંતા જોવા મળી રહી છે.

(10:24 PM IST)