તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Thursday, 4th September 2025
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 15 ફૂટે પહોંચી
ઈન્દિરા સાગર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયુ છે : ગોલ્ડનબ્રિજ ખાતે વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ છે.

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 15 ફૂટે પહોંચી છે. મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે ઈન્દિરા સાગર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી સરદાર સરોવર ડેમ ખાતે પહોચી રહ્યું છે. સરદાર સરોવર નર્મદાનર્મદા ડેમના 12 ગેટ પણ ખોલીને નર્મદા નદીમાં અને પાવર હાઉસમાંથી કુલ 3,55,180 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. જેના પગલે, ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર વધી રહ્યાં છે. ગોલ્ડનબ્રિજ ખાતે વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
