News of Thursday, 4th September 2025
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો :15 ગેટ 3.35 મીટર ખોલી 3.35 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું
નર્મદા નદીની જળસપાટી વધતા કાંઠાના ગામોને સાબદા કરાયા : નર્મદા કાંઠા વિસ્તારોનું થયું ધોવાણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ અને મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેનમા 12 દરવાજા ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા બંધમાં પાણીની આવકમાં વધારો નોંધાયો, ઉપરવાસ માંથી 4,20,483 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 135.50 મીટર પર પહોંચી હતી. છેલ્લા 24 કલાક માં 12 સેમી નો વધારો નોંધાયો જેથી નર્મદા બંધની સપાટી જાળવવા નર્મદા કંટ્રોલ ઓથોરિટી ને નર્મદા ડેમના 15 ગેટ 3.35 મીટર ખોલવાની ફરજ પડી હતી. નર્મદા ડેમ ના 15 ગેટ માંથી નર્મદા નદીમાં 3,35,797 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ બન્યું અને ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 થી વધુ કાંઠાના ગામોને એલર્ટ કરી સ્થાનિક તલાટી, સરપંચો ને સૂચના આપવામાં આવી.
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, અને હાલ 3.18 મીટર બાકી છે એટલે નર્મદા ડેમ 90 ટકા થી વધુ ભરાઈ ગયો છે. હાલ તંત્ર દ્વારા સપાટી મેન્ટેન રાખવામાં આવી રહી છે. નર્મદા બંધના રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન અને કેનાલ હેડના 4 ટર્બાઈન ધમધમી ઉઠ્યા છે અને કેનાલ માં પણ 5 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભરૂચના નીચાણ વાળા વિસ્તારમાં જે પાણીની વધતી સપાટીને લઈને ચિંતા હતા જે હાલ ટળી છે કેમકે પાણી ની અવાક ધીરે ધીરે ઘટી રહી છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
