તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 4th September 2025
રાજપીપળામાં ટ્રક ચાલકે નંદીનો પગ કચડી નાખતા શ્રી બજરંગ સેના નર્મદાની ટીમ તથા ગૌ સેવકો મદદરૂપ થયા

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળામા કાલાધોડા નજીક રાત્રિ દરમ્યાન કોઈક અજાણ્યા ટ્રક ચાલકે નંદી મહારાજ ના પગને કચડી નાંખ્યા હતા આ વાતની જાણ શ્રી બજરંગ સેના નર્મદા જીલ્લાની ટીમ તથા ગૌ સેવકોને થતા તત્કાળ ધટના સ્થળે દોડી ગયા ત્યાં નંદીને લોહી વધારે વહી જવાને કારણે સવારની રાહ ના જોતા નંદીની સારવાર જાતે જ કરી હતી. બીજા દિવસે 1962 એનિમલ એમ્બ્યુલન્સ ને બોલાવીને પશુ ડોક્ટરની સાથે રહી ફરી થી સારવાર અપાવી..શ્રી બજરંગ સેના પશુપાલકોને નમ્ર વિનંતી કરે છે કે પશુઓને જાહેરમાં છુટા ના મૂકે કેમ કે કોઈ આકસ્મિક ધટના મા ક્યાંતો પશુ ભોગ બને છે અથવા કોઈ વખત કોઈ વાહન ચલાવનાર ભોગ બની જાય છે.
રાજપીપળા.ખાતે અનેકવાર રસ્તા પર ફરતી ગાયો ને મોટા વાહનના ચાલકો ટક્કર મારી ઇજાગ્રસ્ત હાલતમાં મુકી ભાગી જતા હોય છે જેમાં કેટલીક ગાય તો મૃત્યુ પણ પામી છે, શ્રી બજરંગ સેના ના કાર્યકર્તાઓ 24 કલાક ગૌ સેવા માટે હાજર છીએ પણ અમારી પશુપાલક મિત્રો ને આ એક નમ્ર અરજ છે.તો તમારા પશુઓ ને રખડતા ના મૂકો.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
