News of Thursday, 4th September 2025
કરજણ નદીમાં પાણી છોડતા નાંદોદ તાલુકાના અનેક ગામોમાં જમીનોનું ધોવાણ, ખેતરોમાં પાણી ઘુસ્યા
રામપુરા, માંગરોલ, હજરપરા, તિલકવાડા, ગુવાર, જેવા અનેક ગામની જમીનને ધોવાણ થયું, પાકને નુકશાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં હાલમાં ભારે વરસાદ તેમજ નર્મદા તથા કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદીમાં પાણીની સપાટી વધતા નદી કિનારાના અનેક ગામોની જમીનનું ધોવાણ થયું છે જેના કારણે કેટલાક ગામોના ખેતરોમાં પાણી ઘૂસી જતા પાકને પણ નુકશાન થયું છે.
નાંદોદ તાલુકાના રામપુરા, માંગરોલ, હજરપરા જેવા અનેક ગામની જમીન નું ધોવાણ થતા નજીક માં આવેલા ખેતરોમાં પાણી ઘૂસી જતા કેળા સહિતના અન્ય પાક ને નુકશાન થવા પામ્યું છે. ભૂતકાળમાં પણ આ ગામોના ખેતરોમાં પાણી આવતા પાક ને મોટું નુકશાન થયું હતું.
માટે ચોમાસાના સમય માં ઉપરવાસ માં ભારે વરસાદના કારણે ડેમ માંથી વધુ પાણી છોડતા દર વર્ષે આ ગામોના ખેતરોમાં પાણી ઘૂસતા ખેડૂતો નો પાક બગડી જાય છે. અને આખરે ખેડૂતોને રડવાનો વારો આવે છે. માટે સરકાર યોગ્ય અને સમયસર સર્વે કરી વળતર આપે તેવી દર વર્ષની જેમ ખેડૂતોની માંગ છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
