<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

પાટણા ગામે ગણપતિ ની આરતી પૂરી કરી ઘરે જતી યુવતી ને ધમકી આપનાર ચાર સામે ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પાટણા ગામમાં બનેલી ઘટનામાં ગણપતિ બાપાની આરતી પૂરી કરી ઘરે જઈ રહેલી યુવતીને મારવાનો પ્રયાસ કરી ધમકી આપનાર ચાર સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
     મિતલબેન લક્ષ્મણભાઈ વસાવા (ઉ.વ.૨૦ ) ધંધો.અભ્યાસ ( રહે, પાટણા, નિશાળ ફળીયુ ) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ તથા કૌશલભાઈ પોતાનાં ગામમાં ગણપતિની આરતી પુર્ણ કર્યા બાદ બાઇક ઉપર બેસી પોતાનાં ઘરે જતા હતા તે વખતે સાંજનાં આશરે સાડા આઠેક વાગ્યાની આસપાસ નિશાળ ફળીયામાં ગામના ગૌરવભાઇ રાજેશભાઈ વસાવા એ પોતાના પાસેની મોપેડ જાહેર રસ્તા ઉપર મુકી ઇરાદા પુર્વક ગે.કા. અવરોધ ઉભો કરવા મિતલ બેન તથા કૌસહલભાઇ  સાથે બોલાચાલી ઝઘડો કર્યા બાદ ત્યાં વિપુલભાઇ અર્જુનભાઇ વસાવાએ આવી માર મારવાનો પ્રયત્ન કરતા મિતલ બેને તેમનો હાથ પકડી લેતાં તેમની ઉપર ગુનાહીત બળ વાપરી હુમલો કરી જમીન પર નીચે પાડી દઇ બંને ને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બાદ ત્યારબાદ રામાભાઇ દશરથભાઇ વસાવા એ ત્યાં આવી મિતલ બેન ને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જીજ્ઞેશભાઇ રામાભાઇ વસાવા પણ ત્યાં
આવી બોલાચાલી કરી માર મારવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાની મદદગારી કરી ગુનો કરતા આમલેથા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:47 PM IST)