તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
વેલમાર્ક લો પ્રેશર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય; નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ જાહેર
ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, અમરેલી, દીવ, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ :વેલમાર્ક લો પ્રેશર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, અમરેલી, દીવ, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. અન્ય તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
