News of Thursday, 4th September 2025
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર : આજે 7 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા
મેળાના પ્રથમ ચાર દિવસમાં 22 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા ;આજે એક જ દિવસમાં 38,991 ભક્તોએ રોપવેની મુસાફરી કરી

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 7 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે, જ્યારે મેળાના પ્રથમ ચાર દિવસમાં આ આંકડો 22 લાખથી વધુ પહોંચ્યો છે. શ્રદ્ધાળુઓથી ઉમટી રહેલી ભીડને કારણે ઉડન ખટોલા (રોપવે)માં પણ ભારે અવરજવર જોવા મળી રહી છે. આજે એક જ દિવસમાં 38,991 ભક્તોએ રોપવેની મુસાફરી કરી હતી. મેળામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 1,77,542 લોકોની સારવાર કરવામાં આવી છે. આ ઉપરાંત, ફરજ પરના પોલીસકર્મીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે શ્રદ્ધાળુઓની સેવા કરતા જોવા મળ્યા હતા. સમગ્ર અંબાજી પંથક "બોલ મારી અંબે"ના જયઘોષથી ગુંજી ઉઠ્યો છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
