News of Friday, 5th September 2025
મહીસાગર નદીમાં પાણીની આવક વધતા 26 ગામોને એલર્ટ કરાયા
કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 67,162 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

અમદાવાદ : ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવાના કારણે મહીસાગર નદીમાં જળસ્તર વધવાની શક્યતા છે. કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 67,162 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ બંનેનો કુલ જથ્થો 3.67 લાખ ક્યુસેક જેટલો થાય છે, જે મહીસાગર નદીમાં છોડવામાં આવશે. આના પરિણામે, વણાકબોરી વિયરની સપાટી પણ વધવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, મહીસાગર નદીના કિનારે આવેલા 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા લોકોને અને ખાસ કરીને પશુપાલકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના પશુઓને નદીના કોતરોમાં ન લઈ જાય અને સલામત સ્થળે ખસેડી દે. આવતીકાલે મહીસાગર નદીની સપાટીમાં વધુ વધારો થવાની સંભાવના છે, જેથી સાવચેતી રાખવી અનિવાર્ય છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
