News of Friday, 5th September 2025
બનાસકાંઠાના સુઈગામમાં ભારે પવન સાથે વરસાદ :પ્રવેશદ્વાર ધરાશાયી :કાટમાળ હટાવવાની કામગીરી
પવન સાથે ભારે વરસાદ પડ્યો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં પવન સાથે ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ તોફાની પવનના કારણે સુઈગામ ખાતે આવેલો શક્તિ માતાનો પ્રવેશદ્વાર ધરાશાયી થઈ ગયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
