<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

અમદાવાદના તમામ તળાવો અને મ્યુનિસિપલ બિલ્ડિંગોની સુરક્ષા વધારવાનો મહત્વનો નિર્ણય

તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને ઊંચી દિવાલો બનાવાશે :તમામ કામગીરી માટે વર્ક ઓર્ડર પણ આપી દેવાયો

અમદાવાદ : સકરી તળાવમાં બનેલી દુર્ઘટના બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ શહેરમાં આવેલા તમામ તળાવો અને મ્યુનિસિપલ બિલ્ડિંગોની સુરક્ષા વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને ઊંચી દિવાલો બનાવવામાં આવશે.

   આ પગલાં લેવાનો નિર્ણય બે દિવસ પહેલા સકરી તળાવમાં ત્રણ યુવાનો ડૂબી જવાથી થયો છે. આ ઘટના બાદ વિપક્ષ દ્વારા તળાવોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલે AMCએ ત્વરિત પગલાં ભર્યા છે અને તમામ કામગીરી માટે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આ નવા પગલાંથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે તેવી અપેક્ષા છે.

(12:14 AM IST)