<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ધંધુકા અને ધોલેરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો : અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા: ઠેર ઠેર જળબંબાકાર

ગણેશ પંડાલો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા: ઉત્સવના માહોલને અસર પહોંચી:વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી

ધંધુકા અને ધોલેરા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના કારણે બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે ધંધુકા શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત થયેલા ગણેશ પંડાલો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે ઉત્સવના માહોલને અસર પહોંચી છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે

 

(12:17 AM IST)