<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

સરદોર સરોવર નર્મદા ડેમમાંથી રાત્રે 4,45,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ

નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું

નર્મદા સરદાર સરોવર ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. જેના કારણે ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. આજે રાત્રે 8 કલાકથી ગેટ મારફતે 4,00,000 કયુસેક નદીમાં અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 4,45,000 કયુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય લેવાયો છે. હાલ પાણીની આવક 4.59 લાખ ક્યુસેકની છે

  . સરદાર સરોવર ખાતે જળની હાલ સપાટી – 135.64 મીટરે પહોચી છે. નર્મદા ડેમ 89.95% ભરાઈ ગયો છે. નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. , ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સાવચેત રહેવા જાણ કરાઈ છે.

(9:39 PM IST)