<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

રાજ્‍યના અન્‍ય જિલ્લાઓની સરખામણીમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં સૌથી ઓછા વૃક્ષો

કરોડોનું

દર વર્ષે ધણ મુકતું તંત્ર પરિણામ લાવવામાં નિષ્‍ફળઃ નેતાઓએ વાવેતર કરેલા વૃક્ષો બળી રહ્યા છેઃ સૌથી વધુ નિલગીરીના વૃક્ષોનું પ્રમાણ વધુ

(ફઝલ ચૌહાલ દ્વારા) વઢવાણ, તા.૫: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૪ સપ્‍ટેમ્‍બર થી વિશ્વ વન મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્‍યારે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં સૌથી ઓછા વૃક્ષો સુરેન્‍દ્રનગર જિલ્લામાં છે દર વર્ષે સુરેન્‍દ્રનગર જિલ્લાના હરિયાળું બનાવવા માટે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા અલગ અલગ કાર્યક્રમો અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા હોય છે અને તેને ઉછેર કરવાના સંકલ્‍પો કરવામાં આવતા હોય છે પરંતુ તે છતાં પણ સુરેન્‍દ્રનગર જીલ્લો હરિયાણો નથી બની રહ્યો અન્‍ય જિલ્લાઓની સરખામણીમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં સૌથી ઓછા વૃક્ષોનું પ્રમાણ છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે જ્‍યારે વૃક્ષોની ગણતરી કરવામાં આવી જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના ૪૦૦ થી વધુ ગામોમાં ૪૯.૯૫ લાખ જેટલા વૃક્ષોની સંખ્‍યા ઉપલબ્‍ધ છે જેમાં સૌથી વધુ સુરેન્‍દ્રનગર જિલ્લામાં નીલગીરી જેવા ઝાડ ઉપલબ્‍ધ છે આ ઉપરાંત સુરેન્‍દ્રનગર જિલ્લામાં અલગ અલગ પ્રકારના ૬૦ જેટલા વૃક્ષો ની જાત ઉપલબ્‍ધ છે જેમાં આમળા અરડૂસો બદામ આસોપાલવ ગાડો બાવૃ દેશી બાવૃ લીમડો નીલગીરી પીપળ સરગવો સીતાફળ અન્‍ય સુશોભનના વૃક્ષો સુરેન્‍દ્રનગર જિલ્લામાં ઉપલબ્‍ધ છે અને તેની સંખ્‍યા છે.

જેમાં સૌથી વધુ સુરેન્‍દ્રનગર જિલ્લામાં નીલગીરીના ઝાડ છે આ ઉપરાંત લીમડો, લીંબુ સરગવો જામફળ કણજી ખીજડા જેવા ઝાડો પણ સુરેન્‍દ્રનગર જિલ્લામાં વૃક્ષોની ગણતરી દરમિયાન નોંધાવા પામ્‍યા છે તાજેતરમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૨૦૨૫ ના વર્ષમાં જે ગણતરી કરવામાં આવી છે જેમાં ૪૯.૯૫ લાખ જેટલા વૃક્ષો સુરેન્‍દ્રનગર જિલ્લામાં ઉપલબ્‍ધ છે અન્‍ય જિલ્લાઓની સરખામણી કરતા ઘણા ઓછા વૃક્ષો સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગણતરીમાં નોંધાયા છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગરને હરિયાળું બનાવવા માટે હવે પ્રયાસો શરૂ કરવામાં આવ્‍યા છે ત્‍યારે ૭૬ માં જિલ્લા કક્ષાના વન મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે આમ તો સુરેન્‍દ્રનગર જિલ્લામાં દર વર્ષે વન મહોત્‍સવ પાછળ સરકાર અને તંત્ર લાખો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે, પરંતુ તેનું પણ પરિણામ નથી મળી રહ્યું જિલ્લામાં સતત વૃક્ષોની સંખ્‍યામાં ઘટાડો અને સ્‍થિરતા જોવા મળી રહી છે સમય અંતરે વૃક્ષોની સંખ્‍યા વધવી જોઈએ પરંતુ તેમાં વધારો જોઈએ તેટલો મળી રહ્યો નથી એક પેડ મા કે નામ સહિતના સરકારના પણ અનેકવિધ કાર્યક્રમો છે જેમાં વૃક્ષો ઉછેર થઈ શકે તે માટેની કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેનું પણ સુરેન્‍દ્રનગર જિલ્લામાં પરિણામ ન મળતું હોવાનું આંકડાકીય વિગત અનુસાર સામે આવી રહ્યું છે.

સુરેન્‍દ્રનગર જિલ્લો હરિયાળો બનશે તે માત્ર કાગળ ઉપરની વાત રહી જઈ રહી છે દર વર્ષે વન મહોત્‍સવના નામે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના એંધાણ કરવામાં આવે છે પરંતુ તેનું પરિણામ નથી મળી રહ્યું માત્ર કાગળ ઉપર જિલ્લો હરિયાળો થઈ રહ્યો છે ખરા અર્થમાં સુરેન્‍દ્રનગર જિલ્લાને હરિયાણો બનાવવાના પ્રયત્‍નો થાય તે જરૂરી બન્‍યા છે કારણ કે સુરેન્‍દ્રનગર જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ ઓછું હોવાના કારણે વારંવાર ગ્‍લોબલ ર્વોમિંગ ની સમસ્‍યા ઉદભવી રહી છે.

ઝાલાવાડમાં વનમહોત્‍સવ યોજી કરોડો રૂપીયાનો ખર્ચ કરી વૃક્ષોનાં વાવેતરની ઝુંબેશ ઉપાડી પરંતુ સતત મહેનત અને કરોડોનો ધુમાડો કરવા છતા આજે પણ સુરેન્‍દ્રનગર જિલ્લામાં રાજ્‍યમાં સૌથી સૌથી ઓછા વૃક્ષ છે. મોટાભાગે વાવેતર કરવામાં આવેલા વૃક્ષોનું બાળમરણ થાય છે. ખરા અર્થમાં પ્રયત્‍નો કરી સુરેન્‍દ્રનગર જિલ્લાને હરિયાળો બને તે દિશામાં કામ કરવાની માંગ ઉઠી છે. (રર.ર)

સુરેન્‍દ્રનગરમાં વૃક્ષોની સંખ્‍યા

વૃક્ષ        કુલસંખ્‍યા

નીલગીરી  ૨૨,૭૬,૮૦૫

લીમડા     ૧,૦૬,૫૯૭

લીંબુ       ૬૮૯૪૪

પીલુ       ૧,૩૩,૮૭૦

દાડમ      ૧૨૯૮૭

ખીજડો     ૯૯૪૦૪

સરગવો ૨,૮૦,૭૨૯

અન્‍ય વૃક્ષો      ૦,૧૫,૮૪૯

(10:17 AM IST)