<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 195 તાલુકામાં વરસાદ : સૌથી વધુ ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો

જાંબુઘોડા અને બોડેલીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો :પાવી જેતપુર, ભરૂચ નેત્રંગમાં 5 ઇંચથી વધુ વરસાદ: 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ અને પાવીજેતપુરમાં 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ અને અંકલેશ્વરમાં 4.96 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે કુલ 97 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 195 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.  

(10:33 AM IST)