<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

આગામી ત્રણથી ચાર દિવસ રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: નર્મદા, તાપી જિલ્લામાં રેડ એલર્ટ

ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ: માછીમારોને દરિયામાં નહીં જવા સૂચના

અમદાવાદ :ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 92 ટકા નોંધાયો છે.

આજે નર્મદા, તાપી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરામાં યલો એલર્ટ છે. તેમજ માછીમારોને દરિયામાં જવા સામે ચેતવણી આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.આગાહી અનુસાર 16 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓમાં ચિંતા વધારી દીધી છે. અંબાલાલે આગાહી કરી છે કે નવરાત્રીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી નવરાત્રીમાં છઠઠ્ઠા નોરતેથી દશેરા સુધી વરસાદનું વિધ્ન રહી શકે તેવી શક્યતા છે.

 

(1:57 PM IST)