<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

આજે સુરતના પ્રજાવત્સલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો જન્મ દિવસ

રાજકોટના (અભૂત)પૂર્વ લોકપ્રિય પોલીસ કમિશનર પર આગલા દિવસથી અભિનંદન વર્ષે છે, અપરંપાર : ગુનેગારોને પાસામાં ધકેલવામાં વિક્રમ, ૨૦, ૩૦ વર્ષ જુના આરોપીઓ શોધવા, જાહેરમાં કાયદો હાથમાં લેનારની જાહેરમાં જ ખાસ ટીમ દ્વારા સરભરા અને નો ડ્રગ્‍સ ઈન સુરત જેવા તેમના કાર્યોથી લોકો આફ્રિન પોકારી ઊઠયા છે

રાજકોટ, તા. પઃ રાજકોટના (અભૂત) પૂર્વ  લોકપ્રિય પોલીસ કમિશનર અને હાલ સુરતમાં નાના મોટા તમામ નાગરિકોના દિલમાં સ્‍થાન મેળવી ચૂકેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો આજે જન્‍મ દિવસ છે. વિશાળ શુભેચ્‍છક વર્ગ ધરાવતા આ સિનિયર IPS પર અઢળક શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.  મોબાઇલ નંબર (૯૯૭૮૪ ૦૫૨૯૯).

સુરત મુંબઈથી નજીક હોવાથી અહીં ફેશન સાથે દુષણ પણ જલ્‍દીથી પ્રવેશી જાય છે, ib કાર્યકાળને કારણે આ બાબત ખૂબ સારી રીતે સમજી ચૂકેલા અને વડોદરાના પ્રથમ કાર્યકાળ દરમિયાન વાલીઓના આંસુથી દ્રવી ઉઠેલ અનુપમસિંહ ગેહલોત દ્વારા ડ્રગ્‍સ મામલે કરેલ કાર્યવાહીની ગુજરાત બહારની અદાલતે નોંધ લીધેલ. આ અનુભવ આધારે સુરતમાં નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન લોકો એને પોલીસ સ્‍ટાફને વિશ્વાસમાં રાખી સફળ બનાવ્‍યું છે. ગુનેગારોને કોઈ જ્ઞાતિ હોતી નથી, આવું દૃઢ રીતે માનતા આ આઇપીએસ દ્વારા પાસા કાયદા હેઠળ વિક્રમસર્જક આરોપી જેલમાં ધકેલી દીધા છે. આ સાથે સુરતમાં ગુન્‍હો કરનાર કોઈ વોન્‍ટેડ ન રહે તેવા અભિયાન અંતર્ગત ૨૦ થી ૩૦ વર્ષ જુના આરોપીઓ રાજ્‍ય બહારથી પકડવાના અભીયાનની આખી રણનીતિ ઘડી છે.

સુરતમાં જાહેરમાં કાયદો વ્‍યવસ્‍થા હાથમાં લેનાર ગુંડાઓ માટે તેમને જાહેરમાં કાયદો અને પોલીસ શું કહેવાય તેનું ભાન તેના વિસ્‍તારમાં પોહચી કરાવવા એક સ્‍પેશ્‍યલ ટીમ રચી છે, તમામ મોટા બંદોબસ્‍તનું સુકાન જાતે સંભાળનાર આ શષ્ટત ખ્‍ઘ્‍ ચેમ્‍બરમાં નહીં ગ્રાઉન્‍ડ પર પહોંચી જાતે સંભાળે છે. તેમના પરિચયમાં આવનાર દરેકને તેમની લાગણીનો અહેસાસ થયા વગર રહેતો નથી

(1:23 PM IST)