News of Friday, 5th September 2025
અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફીની બુલંદ માંગણી :જુઓ વિડીયો
રીબડાના સંમેલનમાં સ્વયંભુ હજારો લોકો ઉમટી પડયા : અગાઉ આજીવન કેદના અન્ય આરોપીઓને સજા માફીનો લાભ મળ્યો છે તો અનિરૂધ્ધસિંહ જાડેજાને કેમ નહિ ? ક્ષત્રીય સમાજ સહિત અઢારેય વર્ણના આગેવાનોની માંગણી રીબડા સંમેલનમાં ક્ષત્રીય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા, અમદાવાદના કરણસિંહ ચાવડા, પાટીદાર સમાજ, દલીત સમાજ તથા અન્ય સમાજના આગેવાનો ઉમટી પડયા : તકેદારીના પગલા રૂપે રીબડામાં ૩ ડીવાયએસપીઓ સહિત ૧૩પ પોલીસ જવાનો તૈનાત


તસ્વીરમાં રીબડા ખાતે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આયોજીત મહાસંમેલનમાં ક્ષત્રીય સમાજ સહીત જુદા જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને સજા માફીની માંગણી કરી હતી. જે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ, તા., પ : ગોંડલના રીબડા ખાતે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલ સંમેલનમાં સ્વયંભુ હજારો લોકો ઉમટી પડયા હતા. આ સંમેલનમાં ક્ષત્રીય સમાજ, દલીત સમાજ તથા પાટીદાર સમાજના આગેવાનોએ અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગણી કરી હતી. ઉપસ્થિત આગેવાનોએ ભુતકાળમાં રાજય સરકાર દ્વારા આજીવન કેદના આરોપીઓ કે જેઓએ ૧ર થી ૧૪ વર્ષની સજા ભોગવી તેઓને સજા માફીનો લાભ મળ્યો છે તો ૧૮ વર્ષની સજા ભોગવનાર અનિરૂધ્ધસિંહ જાડેજાને સજા માફીનો લાભ કેમ નહિ? તેવો પ્રશ્ન ઉઠાવી અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફ કરવા અંગે રાજય સરકાર તાકીદે કમીટીની મિટીંગ બોલાવી યોગ્ય નિર્ણય કરે તેવી માંગણી કરાઇ હતી.
પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટા મહાસંમેલનનું આયોજન કરવામાં કરાયું હતું.
પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ૧૮ સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ આદેશના પગલે તેમના સમર્થકો દ્વારા સોશ્યલ મીડીયા દ્વારા જાહેરાત કરી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ગોંડલ પંથકના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
આ સંમેલનના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા, ચાલો રીબડા અને એકતા પરમો ધર્મ જેવા નારાઓ સાથેના પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત, રીબડા ફોર જસ્ટિસ હેશટેગ સાથે પણ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય રાજપૂત સંઘના પ્રમુખ પીટી જાડેજા જેવા અનેક આગેવાનોએ વીડિયો સંદેશ દ્વારા લોકોને રીબડા પહોંચવા માટે અપીલ કરતા હજારોની સંખ્યામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થકો ઉમટી પડયા હતા. ઉપસ્થિત આગેવાનોએ ગુજરાતમાં આજીવન કેદની સજા પામેલા અન્ય કેદીઓને ૧૨ કે ૧૪ વર્ષે સજા માફી મળે છે, જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા ૧૮ વર્ષ જેલમાં રહ્યા હોવા છતાં તેમની સજા માફી બાબતે આટલો વિવાદ શા માટે થઈ રહ્યો છે તેવો પ્રશ્ન ઉઠાવી અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા અંગે રાજય સરકાર તાકીદે કમીટીની મીટીંગ બોલાવી યોગ્ય નિર્ણય કરે તેવી માંગણી કરાઇ હતી.
આ સંમેલનમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ૩ ડીવાયએસપી, ૬ પીઆઇપ, ૧૭ પીએસઆઇ, લોકલ ક્રશાઇમ બ્રાન્ચ એસઓજી સહિત ૧૩પ નો પોલીસ સ્ટાન તૈનાત કરી દેવાયો હતો.
પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે બપોર પછી રીબડામાં કોઈ મોટી રાજકીય હલચલ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
આ સંમેલનમાં કોઇ સ્ટેજ ગોઠવવામાં આવ્યું ન હતું. સાઉન્ડ સીસ્ટમ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવવામાં આવી હતી. સંમેલનમાં ક્ષત્રીય સમાજના અગ્રણી પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા (અમદાવાદ), અમદાવાદના અતુલ દવે , દલીત સમાજ, પાટીદાર સમાજ સહિત અઢારેય વર્ણના આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને અનિરૂરધ્ધસિંહ જાડેજાની સજા માંફ કરવા માંગણી કરી હતી.
આ સંમેલનના આયોજકો પૈકીના અમદાવાદના સમાજીક કાર્યકર અતુલભાઇ દવેએ સોશ્યલ મીડીયામાં જણાવ્યું હતું કે અનિરૂધ્ધ જાડેજાના આજીવન કેદના હુકમમાં કેટલાક ટેકનીકલ વિષયો અધુરા રહ્યા છે તે વિષયોને સંમેલનમાં છણાવટ કરી ને સરકારના ધ્યાને મુકાશે.
કાયદો વ્યવસ્થા જાળવજો, કોર્ટનો નિર્ણય શિરોમાન્ય : સત્યજીતસિંહ જાડેજા
રાજકોટ, તા. પ : ગોંડલ તાલુકાના રીબડામાં આજે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન યોજાઇ રહ્યું છે. ત્યારે અનિરૂધ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજા દ્વારા તમામ સમાજને વિનંતી કરતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.
જેમાં સત્યજીતસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સંમેલનમાં આવનાર સૌ કોઇ પોતાની લાગણી વ્યકત કરી શકે છે પરંતુ કાયદો વ્યવસ્થા સૌ કોઇ જાળવે તે જરુર છે. અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણ્યો છે. તંત્રને પણ સહકાર આપીશું. (૪.૧૫)(૪.૧૫)
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
