<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

વસારી જિલ્લાના ગણદેવી ચીખલી, વાંસદા,ખેરગામ, પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદી માહોલ

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે પંચાયત હસ્તકના સાત રસ્તા બંધ થયા: ગુરુકુળ સુપા અને કુરેલ ગામનો જોડતો લો લાઈન બ્રિજ ફરી પાણીમાં ગરકાવ

નવસારી શહેર સહિત તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો છે.  નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી, વાંસદા,ખેરગામ, પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. નવસારી શહેરમાં આવેલા જૂનાથાણા સ્ટેશન રોડ ડેપો મંકોડિયા ધાનેરા પોઇન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. પવન સાથે વરસાદ વરસતા રસ્તા ઉપર વિઝિબિલિટી  ઓછી હોવાના કારણે વાહન ચાલકોએ પોતાના વાહનની લાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબૂર બન્યા છે. વરસાદી માહોલ રહેતા નવસારી શહેરના માર્ગો પાણી-પાણી થયા છે. 

   બીજીતરફ નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે પંચાયત હસ્તકના સાત રસ્તા બંધ થયા છે. નવસારી તાલુકામાં 3, ખેરગામ તાલુકાનો 1  ચીખલી તાલુકાના 2 અને વાંસદા તાલુકાનો 1 માર્ગ ઓવરટેપિંગના કારણે બંધ છે.   ગુરુકુળ સુપા અને કુરેલ ગામનો જોડતો લો લાઈન બ્રિજ ફરી પાણીમાં ગરકાવ થઇ ગયો છે. માર્ગો બંધ થતાં લોકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે વહીવટી તંત્રએ અપીલ કરી છે.

(2:11 PM IST)