<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

વડોદરાના વાઘોડિયાના ચણોઠીયા પાસે પાણી ભરાયા :તામસી નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ

નદીના પાણી ગામની આજુબાજુ ફરી વળ્યા: ચણોઠીયાથી ડભોઇ જવાનો રસ્તો બંધ થયો

વડોદરાના વાઘોડિયાના ચણોઠીયા પાસે પાણી ભરાયા છે, અને તામસી નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, નદીના પાણી ગામની આજુબાજુ ફરી વળ્યા છે અને ચણોઠીયાથી ડભોઇ જવાનો રસ્તો બંધ થયો છે, રસ્તો બંધ થતા ગ્રામજનોને ફરીને જવાનો વારો આવ્યો છે, ગ્રામજનોનું કહેવું છે કે, તંત્રને પણ ખબર છે કે વારંવાર વરસાદમાં પાણી ભરાય છે તેમ છત્તા કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી. 

 

(2:14 PM IST)