તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 5th September 2025
ઉમરપાડા ૮, જાંબુઘોડા ૭, બોડેલી ૬.૫, જેતપુરપાવી ૬ ઇંચ, ભરૂચ અને નેત્રંગમાં ૫.૫ ઈંચ
ભાદરવો ભરપૂર...રાજ્યના ૧૯૫ તાલુકાઓમાં ૧ થી ૮ ઇંચ ભારે વરસાદ : અંકલેશ્વર, સોનગઢ અને સંખેડા ૫ ઇંચ વરસાદઃ ઉકાઇ ડેમમાં થી ૧૬૩૧૮૪ ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર સજ્જઃ મધુવન ડેમના ૬ દરવાજા ખોલાયા

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ ભાદરવો ભરપૂર હોય તેમ રાજ્યના ૩૧ જીલ્લાના ૧૯૫ તાલુકાઓમાં ૧ થી ૮ ઇંચ સુધીનો ભારે વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં મહેર વરસાવી રહ્યા છે, આમ જુવો તો હજુ વિસ્તારોમાં વરસાદ ની જરૂર છે જ ત્યારે હળવો થી ભારે વરસાદ નોંધાતા હાશકારો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના હથનુર ડેમમાં થી પાણી છોડવામાં આવી રહ્યું છે સાથે સાથે પડી રહેલ વરસાદને પગલે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે આજે સવારે ૮ કલાકે ડેમની જળ સપાટી સતત વધીને ૩૩૭.૯૦ મીટરે પહોંચી છે ડેમમાં ૧૬૩૧૮૪ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે એટલું જ એટલે કે ૧૬૩૧૮૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આવીજ રીતે દમણગંગાના મધુબન ડેમની જળસપાટી આજે સવારે ૯ કલાકે સતત વધ ને ૭૭.૩૫ મીટરે પહોંચી છે ડેમમાં ૧૫૧૮૦ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે ૨૫૨૩૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ૬ દરવાજા ૦.૮૦ મીટર ખોલવાની તંત્ર ને ફરજ પડી છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો ઉમરપાડા ૨૦૬ મીમી, જાંબુઘોડા ૧૭૫ મીમી, બોડેલી ૧૬૪ મીમી, જેતપુરપાવી ૧૪૫ મીમી, ભરૂચ ૧૩૭ મીમી, નેત્રંગ ૧૩૬ મીમી, અંકલેશ્વર ૧૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
સંખેડા ૧૨૨ મીમી, ગરૂડેશ્વર ૧૨૦ મીમી, તિલકવાડા ૧૧૯ મીમી, ડભોઇ ૧૦૬ મીમી, કંવાટ ૯૬ મીમી, ડેડીયાપાડા ૯૪ મીમી, ખંભાત ૯૨ મીમી, સાગબારા અને વ્યારા ૯૧ મીમી ધોલેરા ૯૦ મીમી, સિંઘવાડ, હાંસોટ અને માંગરોળ ૮૯ મીમી, નસવાડી ૮૭ મીમી, કરજણ ૮૬ મીમી, ઝઘડિયા ૮૪ મીમી, કુકરમુંડા ૮૩ મીમી, વાલીયા ૭૯ મીમી અને સંજેલી ૭૫ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે નડિયાદ ૭૪ મીમી, નાંદોદ ૭૧ મીમી વાઘોડિયા અને ઓલપાડ ૭૦ મીમી, માંડવી અને પલસાણા ૬૮ મીમી, બારડોલી ૬૬ મીમી, ઝાલોદ ૬૫ મીમી, દાહોદ, કપરાડા ૬૧ મીમી, નિઝર ૬૦ મીમી શિનોર ૫૯ મીમી, કામરેજ ૫૭ મીમી, સુરત સિટી ૫૫ મીમી, ગોધરા,દેવગઢબારિયા અને વાગરા ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય૭ના ૧૪૩ તાલુકાઓમાં ૧ થી ૪૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
