News of Friday, 5th September 2025
ગણેશજીની મૂર્તિ વિસર્જન તેમજ ખરાબ હવામાનને પગલે તકેદારીના ભાગરૂપે લોકોને સુંવાલી, હજીરા, મગદલ્લા અને ડુમ્મસના દરિયાકિનારે ફરવા કે પાણીમાં જવા પર પ્રતિબંધ: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતનુ જાહેરનામું
તા.૬ થી ૭ દરમિયાન કોઈ પણ વ્યક્તિઓને (૧) સુંવાલી દરિયા કાંઠાની નજીકના બીચ વિસ્તારમાં લોકોને દરિયા કિનારે ફરવા/દરિયાના પાણીમાં જવા પર તેમજ વિસર્જનમાં ડુમ્મસ, મગદલ્લા અને હજીરા બીચ સિવાય અન્ય બીચ ઉપર ફરવા જવા પર પ્રતિબંધ

સુરત તા.૫ : સુરત શહેરમાં આ વર્ષે તા.૦૬/૦૯/૨૦૨૫ના રોજ શ્રીગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન, સરઘસ અને શોભાયાત્રા નીકળનાર છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ખરાબ વાતાવરણની આગાહીને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો મુક્યા છે. જે અંતર્ગત તા.૬/૯/૨૦૨૫ અને ૭/૯/૨૦૨૫ દરમિયાન કોઈ પણ વ્યક્તિઓને (૧) સુંવાલી દરિયા કાંઠાની નજીકના બીચ વિસ્તારમાં લોકોને દરિયા કિનારે ફરવા/દરિયાના પાણીમાં જવા પર તેમજ (૨) વિસર્જનમાં ડુમ્મસ, મગદલ્લા અને હજીરા બીચ સિવાય અન્ય બીચ ઉપર ફરવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ (૧) સરકારી ફરજમાં અથવા સરકારી કામગીરીમાં રોકાયેલ હોય તેવા તમામ સરકારી/અર્ધસરકારી કર્મચારીઓ તેમજ (૨) ગણેશ વિસર્જન કરવા જતા કે વિસર્જન પ્રક્રિયામાં જોડાયેલ કોઇ પણ વ્યક્તિઓને લાગુ પડશે નહીં.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
