News of Friday, 5th September 2025
રાજયમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી :અનેક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર
નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી: વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી

અમદાવાદ : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ભારે વરસાદ અને હવાને લઈને રાજ્યના દરિયાકાંઠે LC-3 સિગ્નલ જાહેર કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 8 તારીખ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવો જાણીએ કે કઈ તારીખે ક્યાં અને કેટલો વરસાદ ખાબકશે.
નવસારી, તાપી,ડાંગ, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ અપાયું છે. અહીં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,સુરત, અમરેલી, ભાવનગર અને બોટાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર,રાજકોટ, જૂનાગઢ,ગીરસોમનાથ અને પોરબંદર માટે યલો એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, મોરબી,જામનગર અને દેવભુમિ દ્વારકામાં વરસાદની શક્યતા નહીવત્ત છે.
રેડ એલર્ટ જાહેર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ હોય તેવા પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રેડ એલર્ટ જાહેર કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ જાહેર મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને બોટાદમાંયલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી,મહીસાગર,ખેડા, અમદાવાદ,દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદાસુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની શક્યતા નહીવત્ત છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
