<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ: અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર

ભાદરવી પૂનમના દિવસે માં અંબાના દર્શન કરવા અંબાજી જવાના હોય તો સમય જાણો લેજો :આટલા વાગ્યા પછી મંદિર રહેશે સંપૂર્ણ બંધ

ભાદરવી પૂનમના મેળાને લઈ હાલ અરવલ્લીની ગિરિમાળાઓ અને અંબાજી જતાં તમામ માર્ગો પદયાત્રિકોના "જય અંબે" ના નાદની ગુંજી ઉઠયા છે. જો તમે પણ ભાદરવી પૂનમના દિવસે માં અંબાના દર્શન કરવા અંબાજી જવાના હોય તો આ સમાચાર વાંચી લેજો. વાસ્તવમાં આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે. આ તરફ હવે બનાસકાંઠા જિલ્લા કલેકટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ ચંદ્રગ્રહણના કારણે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે.

   ભાદરવી પૂનમ, 7 સપ્ટેમ્બર 2025ના રોજ રવિવારે ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણના કારણે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, મંદિર સાંજે 5 વાગ્યા પછી સંપૂર્ણપણે બંધ રહેશે. 

સવારની આરતી : 06:00 થી 06:30 દર્શન સમય : 06:00 થી 10:00 દર્શન બંધ : 10:00 થી 12:00 શયનકાળ આરતી : 12:00 થી 12:30 જાળીમાંથી દર્શન : 12:30 થી 05:00 (બપોરે) મંદિર સંપૂર્ણ બંધ : 05:00 પછી  

   ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 વાગ્યા બાદ માઇભક્તો મંદિરમાં પ્રવેશી શકશે નહીં. આ સમય પછી ધજા પણ ચઢાવી શકાશે નહીં. જોકે માત્ર જાળીમાંથી દર્શન કરવાની પરવાનગી રહેશે તે પણ સાંજે 5 વાગ્યા સુધી જ. અહીં એ પણ નોંધનિય છે કે, 8 સપ્ટેમ્બર 2025થી મંદિરની દર્શન અને આરતીના તમામ સમય રોજની જેમ રાબેતા મુજબ રહેશે. કલેકટર અને મંદિર દ્વારા માઇભક્તોનેને અપીલ કરવામાં આવી છે કે, તેઓ દર્શન માટે ઉપરોક્ત સમયસૂચિનું પાલન કરે અને ચંદ્રગ્રહણના દિવસે મંદિરમાં આવેલા નિયમોનું શ્રદ્ધાપૂર્વક અનુસરણ કરે.

(6:54 PM IST)